અપડેટ@દિલ્હીઃ લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એન્ટી પેપર લીક બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષના ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે પીએમઓમાં રાજ્યમંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે.
આજે સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતી. લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં બપોરે 12 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી ફરી શરૂ થઈ.
આ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન NDA સાંસદોએ સંસદ ભવનની બહાર તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમનું સ્વાગત કર્યું. પ્રધાને NEET પેપર લીક વિવાદ વચ્ચે 25 જુલાઈએ શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ તરફ, દેશભરમાં વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહીના વિરોધમાં વિપક્ષે રાજ્યસભા અને લોકસભામાં હોબાળો કર્યો. આ પછી કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
બીજી તરફ સવારે 10:30 વાગ્યે વિપક્ષે સંસદના મકર દ્વાર પર પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષો સરકાર પાસેથી NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે જવાબ માંગી રહ્યા છે.

