અપડેટ@દિલ્હી: રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 18 લોકોનાં મોત

જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે 6 માળની છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીના માલવીય નગરમાં આજે સવારે લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાથી 18 લોકોનાં મોત થયા. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે 6 માળની છે. તેમાં ફ્લોરિસ સ્ટે હોટેલ કાર્યરત હતી.

દિલ્હી ફાયર સર્વિસ અનુસાર, સવારે 9.45 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં લગભગ 37 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. બેઝમેન્ટમાંથી 3 લોકોને બચાવવામાં આવ્યા. ઘણા લોકોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધી શકે છે.

ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવી. બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિક લોકોના મતે, સવારે 8.51 વાગ્યે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. જ્યારે ત્યાંનો કાચ તોડવામાં આવ્યો ત્યારે આગ બેઝમેન્ટ તરફ ફેલાઈ ગઈ.