અપડેટ@દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેની પોલીસે ધરપકડ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને આજે બપોરે 12 વાગ્યે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
દીપકેને શુક્રવારે કનોટ પ્લેસમાં ‘લહેરા દો તિરંગા’ રેલી પહેલાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 8 દિવસમાં દીપકે વિરુદ્ધ આ બીજી વખત કાર્યવાહી છે. આ પહેલાં 10 ઓક્ટોબરે તેમને દિલ્હી એરપોર્ટ પર વિમાનમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બીજા દિવસે તેઓ મુક્ત થઈ ગયા હતા.
આ જ મામલે AISA અધ્યક્ષ નેહા બોરા સહિત આશરે 150 લોકોને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે શનિવારે સવારે આશરે 5 વાગ્યે બોરાને મુક્ત કરી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 65 હેઠળ કસ્ટડી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ તેમને છોડવામાં આવ્યા હતા.

