અપડેટ@દિલ્હીઃ મોદીનો વિપક્ષ પર આકરો પ્રહાર: OBC અનામત ઘટાડવા તૈયાર, મહિલા બિલ રોકવું અપમાન

બંધારણ દિવસે મોદીનો વિપક્ષ પર આકરો પ્રહાર
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બંધારણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મોટા અખબારોમાં લેખ લખીને વિપક્ષ પર સીધો હુમલો કર્યો છે.PM મોદીએ લખ્યું છે કે, વિપક્ષની સૌથી મોટી પાર્ટી OBC અનામત ઘટાડવા તૈયાર છે અને તેની જગ્યાએ મુસ્લિમ અનામત લાવવા માંગે છે.

*આંબેડકરની વિરુદ્ધ છે: મોદી*

મોદીએ કહ્યું કે, આ વિચાર બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોની સંપૂર્ણ વિરુદ્ધ છે. બંધારણે ધર્મના આધારે અનામતને ક્યારેય સ્વીકાર્યું નથી.

*નારી શક્તિ બિલ પર શું બોલ્યા?*

નારી શક્તિ વંદન બિલ સંસદમાં રોકાઈ જવા અંગે PM મોદીએ કહ્યું કે, આ બિલને રોકવું એ દેશની મહિલાઓનું અપમાન છે.

તેમણે કહ્યું,

> "મહિલાઓને ન્યાય અપાવવાથી કોઈ પણ તાકાત રોકી શકશે નહીં."

*શું છે આ બિલ?*

આ બિલ પસાર થાય તો લોકસભાની કુલ બેઠકો 543 થી વધીને 850 થઈ જશે.

અને સંસદ તેમજ વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત મળશે.

*વિપક્ષને કહ્યું 'અવરોધ પક્ષ'*

મોદીએ વિપક્ષને વિરોધ પક્ષ નહીં, પણ 'અવરોધ પક્ષ' ગણાવ્યો. તેમણે કહ્યું કે, લોકશાહીમાં વિરોધ જરૂરી છે, પણ અવરોધ નહીં.