અપડેટ@દિલ્હીઃ કોંગ્રેસ સહિત INDIA બ્લોકના વિપક્ષી પક્ષો આજે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે

જ્ઞાનેશ કુમારનું રાજીનામું અને SIR રદ કરવાની માગ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસ સહિત INDIA બ્લોકના વિપક્ષી પક્ષો આજે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે. તેને ‘ચાલો દિલ્હી માર્ચ ફોર ડેમોક્રેસી’ નામ આપવામાં આવ્યું છે. વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસ-બારાખંભા રોડ જંક્શન પર એકઠા થશે. આ પહેલાં રાહુલ ગાંધી થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

સુપ્રીમ કોર્ટ સુધી આવી કૂચ પહેલીવાર કાઢવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર કરતાં કહ્યું કે મુલાકાતની માંગવાળા પત્રનો જવાબ તેમણે ગઈકાલે રાત્રે જ આપી દીધો હતો અને કારણો પણ જણાવ્યા હતા. રાહુલ ગાંધીએ રવિવારે તેમને મળીને આવેદનપત્ર સોંપવા માટે સમય માંગ્યો હતો.

વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, SIR પર રોક અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી રહ્યો છે. તે 10 ઑક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવા અને તેમની સાથે મારપીટનો પણ વિરોધ કરી રહ્યો છે. પ્રદર્શનને કારણે જનપથ, મંડી હાઉસ સહિત દિલ્હીના 6 મેટ્રો સ્ટેશન બંધ છે.