અપડેટ@દિલ્હી: વડાપ્રધાન મોદીએ ₹15200 કરોડના GPRA પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જાણો વધુ વિગતે

વડાપ્રધાન મોદીએ 2722 નવા બનેલા ફ્લેટની ચાવીઓ મહિલાઓને સોંપી
 
અપડેટ@દિલ્હી: વડાપ્રધાન મોદીએ ₹15200 કરોડના GPRA પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન રીડેવલપમેન્ટ પ્લાન હેઠળ 2,722 નવા બનેલા ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે મહિલા લાભાર્થીઓને ચાવીઓ સોંપી. તેમણે કેટલીક મહિલા મજૂરો સાથે પણ વાતચીત પણ કરી હતી.

આ ઉપરાંત વધુ 6,632 ફ્લેટ અને ₹15200 કરોડના અન્ય ઘણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ રાષ્ટ્રીય રાજધાનીમાં હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાનો એક મોટો ભાગ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીમાં 33,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન એક જનસભાને પણ સંબોધન કરશે. આ પહેલા મોદી સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (GPRA) ટાઇપ-5 ક્વાર્ટર્સની મુલાકાત લેશે અને મહિલાઓને ચાવીઓ સોંપશે.

વડાપ્રધાન પિંક લાઇનના 12.3 કિમી લાંબા મજલિસ પાર્ક-મૌજપુર-બાબરપુર કોરિડોર અને મેજેન્ટા લાઇનના 9.9 કિમી લાંબા દીપાલી ચોક-મજલિસ પાર્ક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.

આ સાથે વડાપ્રધાન એક્સપેંન્શન પ્લાનના ફેઝ V-A હેઠળ ત્રણ નવા દિલ્હી મેટ્રો કોરિડોરનો પણ શિલાન્યાસ કરશે, જેમની કુલ લંબાઈ લગભગ 16.1 કિમી હશે. આમાં રામકૃષ્ણ આશ્રમ માર્ગ-ઇન્દ્રપ્રસ્થ કોરિડોર, એરોસિટી-ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-1 કોરિડોર અને તુગલકાબાદ-કાલિંદી કુંજ કોરિડોરનો સમાવેશ થાય છે.