અપડેટ@દિલ્હીઃ વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કરશે
આ વેબિનારની થીમ ‘સબકા સાથ સબકા વિકાસ- લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવી’ રાખવામાં આવી છે.
Mar 9, 2026, 14:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કરશે. આ વેબિનારની થીમ ‘સબકા સાથ સબકા વિકાસ- લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવી’ રાખવામાં આવી છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને જમીન પર ઉતારવા માટે સરકારી વિભાગો, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને સ્ટેકહોલ્ડર્સ એટલે કે હિતધારકો સાથે મળીને એક નક્કર રણનીતિ તૈયાર કરવાનો છે.
વેબિનારમાં ઘણા બ્રેકઆઉટ સેશન હશે. જેમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય અને આયુષ, પર્યટન અને આતિથ્ય જેવા ક્ષેત્રો પર વિસ્તૃત ચર્ચા થશે. સરકાર ઈચ્છે છે કે બજેટની જોગવાઈઓનો લાભ જનતા સુધી વહેલી તકે પહોંચે.
વેબિનારમાં શિક્ષણથી લઈને રોજગાર સુધીની સફરને સરળ બનાવવા પર ચર્ચા થશે. સરકારનો લક્ષ્ય એવી વ્યવસ્થા તૈયાર કરવાનો છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થતાં જ સીધી નોકરીની તકો મળી શકે. આ માટે સ્કિલ્સ ટ્રેનિંગ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવા પર ભાર મૂકવામાં આવશે.
એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે વેબિનારમાં 'કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ' બનાવવા પર વાતચીત થશે. ભારતને આ ગ્લોબલ માર્કેટમાં એક મોટા પ્લેયર તરીકે સ્થાપિત કરવા માટે સરકાર નવા ક્રિએટર્સને ટેકનિકલ સહાયતા અને પ્લેટફોર્મ આપવાનો પ્લાન બનાવી રહી છે.
આરોગ્ય ક્ષેત્રે સરકારનું ધ્યાન રિજનલ મેડિકલ હબ બનાવવાનું છે, જેથી મોટા શહેરો ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આધુનિક સારવાર સુવિધાઓ મળી શકે. આ ઉપરાંત, સહયોગી આરોગ્ય વ્યાવસાયિકો અને કેરગિવર્સની ટ્રેનિંગ પર પણ ફોકસ કરવામાં આવશે. આયુષ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે નવી સંસ્થાઓની સ્થાપના પર નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે.
પર્યટન: નોર્થ-ઈસ્ટમાં બુદ્ધિસ્ટ સર્કિટ અને હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન મળશે
પર્યટન ક્ષેત્ર માટે વેબિનારમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે…
સસ્ટેનેબલ ટુરિઝમ ટ્રેલ્સ: પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પર્યટનને પ્રોત્સાહન આપવું.
બુદ્ધિસ્ટ સર્કિટ: ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા સ્થળોનો વિકાસ કરવો.
હોસ્પિટાલિટી સ્કિલ ડેવલપમેન્ટ: હોટેલ અને પર્યટન ક્ષેત્રમાં યુવાનોને વ્યાવસાયિક ટ્રેનિંગ આપવી.
હેરિટેજ ટુરિઝમ: ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવું.

