અપડેટ@દિલ્હીઃ પપ્પાની સુરક્ષા એટલે હટાવી કે તેમની હત્યા થઈ શકે' - રાહુલ ગાંધી, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેનો 'ટેબલ ટોક' VIDEO શેર કર્યો છે. આ VIDEO સોનિયા ગાંધીના સંસ્મરણ પુસ્તક 'Belonging' પર આધારિત છે.
VIDEOમાં રાહુલ ગાંધીએ પિતા રાજીવ ગાંધીની સુરક્ષા અંગે સૌથી મોટો આરોપ લગાવ્યો. રાહુલે કહ્યું, "પપ્પાની સુરક્ષા હટાવવી એ અકસ્માત નહોતો. એ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેથી તેમની હત્યા થઈ શકે. તેમની હત્યા માટે વાતાવરણ બનાવવામાં આવ્યું હતું."
*બિહાર યાત્રા યાદ કરી*
સોનિયા ગાંધીએ 1991ની બિહાર યાત્રાને યાદ કરી. રાહુલ પિતા સાથે બિહાર ગયો હતો. ત્યાં ખુલ્લી જીપમાં રાજીવ ગાંધી પર પથ્થરમારો થયો હતો.
ઘરે આવીને રાહુલે માને કહ્યું હતું, "મમ્મા, જો આપણે પપ્પાની સુરક્ષા અંગે કંઈ નહીં કરીએ, તો હું તેમના અંતિમ સંસ્કાર માટે જ પાછો આવીશ."
રાહુલે કહ્યું, બિહારની યાત્રા પછી જ મને ખાતરી થઈ ગઈ હતી કે સુરક્ષા હટાવવા પાછળ ખાસ હેતુ હતો.
*સોનિયાની ચિંતા*
પ્રિયંકાએ કહ્યું, ઇન્દિરા ગાંધીની હત્યા બાદ મમ્મી પપ્પાની સુરક્ષાને લઈને ખૂબ જ સતર્ક થઈ ગયા હતા. તેઓ ઘરની આસપાસ ફરીને કાંટાળા તાર તપાસતા, ગાર્ડ સૂતો હોય તો ટોકતા.
*પૃષ્ઠભૂમિ*
1989માં વી.પી. સિંહ સરકારે રાજીવ ગાંધીની SPG સુરક્ષા પાછી ખેંચી હતી. 21 મે 1991ના રોજ શ્રીપેરુમ્બુદુરમાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.
રાહુલે X પર લખ્યું, "માની Belongingની યાત્રા અપાર પ્રેમ અને ભયંકર કરુણતાથી ભરેલી છે."

