અપડેટ@દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને કડકાઈ દાખવવા બદલ સુપ્રીમ કોર્ટે પોલીસને ફટકાર
CJIએ કહ્યું- માખી મારવા માટે હથોડો ન ચલાવો
Oct 9, 2026, 17:11 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોકરોચ જનતા પાર્ટીના ગઇકાલે યોજાનારા પ્રદર્શનને લઈને વધુ પડતી કડકાઈ દાખવવા બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. CJI સૂર્યકાંતે કહ્યું- તમારે કેટલીક બાબતોને રોકવી જ પડશે. તેને રોકવા માટે માત્ર એટલી જ કાર્યવાહી કરો જેટલી જરૂરી હોય.
પરંતુ તેનો અર્થ એ નથી કે તમે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરો. આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.
હકીકતમાં CJPના કાલે યોજાનારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આજે રાત્રે 9 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશન બંધ રહેશે. જ્યારે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન આવનારી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો કાલે કેન્સલ રહેશે. રેલવેએ આ ટ્રેનોને તેના શરૂઆતના સ્ટેશનોથી જ રદ કરી દીધી છે.
દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી નૂપુર પ્રસાદે જણાવ્યું કે દિલ્હીમાં યોજાનારા CJP પ્રદર્શનને પોલીસની મંજૂરી નથી.

