અપડેટ@દેશ: 10 લાખ પેઈડ મેમ્બર્સ! સમય રૈનાએ રચ્યો ઇતિહાસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય કોમેડિયન સમય રૈનાએ યુટ્યુબની દુનિયામાં એવો રેકોર્ડ બનાવ્યો છે, જેની ચર્ચા હવે ગ્લોબલ લેવલે થઈ રહી છે.
સમય રૈનાએ પોતાની યુટ્યુબ ચેનલ પર *10 લાખ એટલે કે 1 મિલિયન પેઈડ મેમ્બર્સ* નો આંકડો પાર કરી દીધો છે. આ સાથે તે દુનિયાનો *પહેલો ક્રિએટર* બની ગયો છે, જેણે આ સિદ્ધિ મેળવી છે.
*મિસ્ટર બીસ્ટ અને કેરીમિનાટી પણ પાછળ રહી ગયા*
સબ્સ્ક્રાઇબર અને વ્યુઝની વાત આવે તો મિસ્ટર બીસ્ટ, આઈ શો સ્પીડ અને ભારતના કેરીમિનાટી હંમેશા આગળ રહે છે. પણ સમય રૈનાએ જે કેટેગરીમાં બાજી મારી છે, તે છે *ચેનલ મેમ્બરશિપ.*
આમાં દર્શક દર મહિને પૈસા આપીને પોતાના ફેવરિટ ક્રિએટરને સપોર્ટ કરે છે. બદલામાં તેમને ખાસ વીડિયો અને એક્સક્લુઝિવ સુવિધાઓ મળે છે.
*યુટ્યુબે ખુદ આપી માહિતી*
આ સિદ્ધિની જાણકારી ખુદ યુટ્યુબે આપી છે. ગૂગલ ઈન્ડિયાના બ્લોગ પર શેર કરેલી માહિતી મુજબ, સમય રૈના દુનિયાના પહેલા એવા ક્રિએટર છે, જેની ચેનલ પર 10 લાખ પેઈડ મેમ્બર્સ થયા છે.
હાલમાં સમય રૈનાની મુખ્ય યુટ્યુબ ચેનલ પર *1.24 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ* છે.
*મેમ્બરશિપના પ્લાન કેટલાના?*
*1. સમય કે દોસ્ત -* ₹59 / મહિને
*2. સમય કે ખાસ -* ₹599 / મહિને
*3. સાયલન્ટ સપોર્ટર -* ₹1,999 / મહિને
*ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટે બદલી કિસ્મત*
સમય રૈનાની આ સફળતા પાછળ તેના પોપ્યુલર શો *'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'* નો મોટો હાથ છે. શોના ઘણા એપિસોડ ફક્ત મેમ્બરશિપ ધરાવતા દર્શકો માટે જ હતા. એક સમયે જે સંખ્યા 1 કે 10 હતી, તે હવે 10 લાખ પર પહોંચી ગઈ છે.
*વિવાદ બાદ દમદાર કમબેક*
ફેબ્રુઆરી 2025 માં શોને લઈને મોટો વિવાદ થયો હતો. તે બાદ સમયે બધા જૂના એપિસોડ હટાવી દીધા હતા. પણ પછી 'Still Alive' સ્ટેન્ડઅપ સ્પેશિયલ અને 2026 માં 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સીઝન-2 થી દમદાર વાપસી કરી.
*ભારતમાં વધી રહ્યો છે ક્રેઝ*
જૂન 2026 માં ભારતમાં 12 લાખથી વધુ લોકોએ ઓછામાં ઓછી એક યુટ્યુબ ચેનલની મેમ્બરશિપ ખરીદી હતી. ભારતીય ક્રિએટર્સની મેમ્બરશિપથી થતી કમાણીમાં ગયા વર્ષ કરતા *25% થી વધુ વધારો* થયો છે.
*તમે સમય રૈનાના પેઈડ મેમ્બર છો? કોમેન્ટમાં જણાવો.*

