અપડેટ@દેશ: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અનેક ઘરમાં પાણી ઘૂસ્યું, કેરળમાં ભૂસ્ખલનથી 6નાં મોત
કિશ્તવાડ, ડોડા અને રામબનમાં શાળાઓ બંધ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
Aug 2, 2026, 10:06 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોમાસાની સિઝનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં શનિવારે વાદળ ફાટવાને કારણે આવેલી ફ્લેશ ફ્લડ પછી ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયું. કિશ્તવાડ, ડોડા અને રામબનમાં શાળાઓ બંધ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
જ્યારે, કેરળના કોચી સહિત ઘણા દક્ષિણી જિલ્લાઓમાં 24 કલાકની અંદર 14 ઈંચ વરસાદ થયો. આ પછી થયેલા ભૂસ્ખલનમાં 6 લોકોના મોત થયા.
સુરત અને મોરબી સહિત ગુજરાતના ઘણા ભાગોમાં શનિવારે થયેલા ભારે વરસાદ પછી 27,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. જ્યારે, 53 લોકોને બચાવવામાં આવ્યા. સુરતના અંબિકા તાલુકામાં 24 કલાકમાં 611 મિમી વરસાદ થયો.
હવામાન વિભાગએ જણાવ્યું છે કે રવિવારથી અરુણાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.

