અપડેટ@દેશ: કાશીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી: 84 ઘાટ પર 11 લાખ દીવાથી ઝગમગી ગંગા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કાશીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નમો ઘાટ પર પર્યટન મંત્રી જયવીર સિંહે પ્રથમ દીવો પ્રગટાવ્યો હતો. આ સાથે જ કાશીના 84 ઘાટો પર આશરે 11 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા. ગંગાના તમામ ઘાટો દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યા છે.
આ વખતે દેવ દિવાળી જોવા માટે 40 દેશોમાંથી મહેમાનો કાશી પહોંચ્યા છે. આશરે 15 લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા છે. ઘાટો પર ગંગા આરતી, લેસર શો, ડ્રોન શો અને આતશબાજી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
કાશી વિશ્વનાથ મંદિરથી લઈને નમો ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ સુધી રંગબેરંગી રોશનીથી મંદિરો ઝગમગી રહ્યા છે. ગંગામાં હોડીઓમાં બેસીને લોકોએ આ અદભુત નજારો માણ્યો હતો.
વિદેશી પ્રવાસીઓએ કર્યા વખાણવિદેશી પ્રવાસીઓએ દેવ દિવાળીની ભવ્યતાની ખૂબ પ્રશંસા કરી. કંબોડિયાથી આવેલી જેસિકાએ કહ્યું- મને આટલા મોટા ઉત્સવની અપેક્ષા નહોતી.ગ્રીસની એલેક્સિયાએ કહ્યું- ભારત સુંદર અને આધ્યાત્મિક દેશ છે. દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર કાશી અવશ્ય આવવું જોઈએ.આયોજન જોઈને લોકોએ કહ્યું- આ આયોજન કલ્પનાથી પરે છે.

