અપડેટ@દેશ: જવાનોએ 10 નક્સલીઓને ઠાર કર્યા, મૃતદેહો અને 3 ઓટોમેટિક હથિયાર જપ્ત

મામલો ભેજ્જી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 1 જાન્યુઆરીથી 22 નવેમ્બર સુધીમાં 207 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
 
અપડેટ@દેશ: જવાનોએ 10 નક્સલીઓને ઠાર કર્યા, મૃતદેહો અને 3 ઓટોમેટિક હથિયાર જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. જવાનોએ 10 નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે.

તેમજ, બંને તરફથી જંગલમાં સમયાંતરે ફાયરિંગ ચાલુ છે. મામલો ભેજ્જી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 1 જાન્યુઆરીથી 22 નવેમ્બર સુધીમાં 207 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

બસ્તરના આઈજી સુંદરરાજ પીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 10 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સ્થળ પરથી AK-47, INSAS અને SLR સહિત અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. સુકમા એસપી કિરણ ચવ્હાણે કહ્યું છે કે આ એક મોટી સફળતા છે. જવાનો સ્થળ પર છે. જ્યારે તેઓ પાછા આવશે ત્યારે વધુ માહિતી મળશે.