અપડેટ@દેશ: મોદી 50 મિનિટમાં 6 વાર બોલ્યા, We Will Do It-આપણે કરીને બતાવીશું'.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી 'we will do it-આપણે કરીને બતાવીશું'. પીએમ મોદીએ બુધવારે તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ સૂત્ર છ વખત ઉચ્ચાર્યું. દિલ્હીમાં સંબોધનમાં કહ્યું, જ્યાં સુધી ભારત વિકસિત નહીં થાય ત્યાં સુધી હું થાકીશ નહીં કે રોકાઈશ નહીં. હું મહત્વાકાંક્ષા માટે નહીં, એક મિશન માટે જીવું છું. જેમણે મને નીચે પાડ્યો તેમણે જ મને ઉભા થતા શીખવ્યું. જેમણે મારો વિરોધ કર્યો તેમણે મને લોકશાહીની શક્તિ શીખવી.
25 વર્ષ પાછળ જોતાં, સિદ્ધિઓ કરતાં વધુ કૃતજ્ઞતા અનુભવાઈ છે. દરેક ઘટનાએ તેમને કંઈક શીખવ્યું અને નમ્ર બનવાનું શીખવ્યું. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે શીખવાની તેમની ઇચ્છા ક્યારેય ઓછી ન થાય. સંબોધન પહેલા વડાપ્રધાન મોદીએ દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આજે તેમના જાહેર જીવનમાં તેમના 25 વર્ષ પૂર્ણ થયા છે; એટલે કે, છેલ્લા 25 વર્ષથી તેઓ કોઈને કોઈ મહત્વપૂર્ણ પદ પર રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રારંભ થયેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો આજે 7 ઓક્ટોબરે વડનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને માતૃભૂમિ વડનગરને જોડતી આ સેવા યાત્રા માત્ર એક પ્રવાસ નહીં પરંતુ સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના સંગમ સમાન બની રહેશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો તથા ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. વડનગર સ્થિત સાતસો સમાજની વાડી ખાતે સાંજે 4 કલાકે આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં આ ભવ્ય કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને ગઈકાલે આખરી ઓપ અપાયો હતો. વિશાળ ડોમની અંદર અંદાજે 20 હજારથી પણ વધુ લોકો બેસી શકે તેટલી ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે સાતસો સમાજની વાડી ખાતે સતત બેઠકોનો દોર યોજાયો હતો.
બપોરે 12:30 કલાકે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થઈને સામૂહિક વૃક્ષારોપણ કરશે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. વૃક્ષારોપણ બાદ તેઓ વડનગરના ભવ્ય ઈતિહાસ અને પ્રાચીન અસ્મિતાની ઝાંખી કરાવતા ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ (અનંત અનાદિ વડનગર)ની મુલાકાત લઈને વડનગરના ભૂતકાળથી માહિતગાર થશે.
ત્યારબાદ તમામ અતિથિઓ અને સ્થાનિક નગરજનો સાતસો સમાજની વાડી ખાતે યોજાનાર મુખ્ય સમાપન સમારોહમાં હાજરી આપશે અને એક સભા યોજાશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ગઈકાલે જ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

