અપડેટ@દેશ: નેપાળના PMનું ગાર્ડ ઓફ ઑનરથી સ્વાગત, બંને નેતાઓની વાતચીત શરૂ

વેપાર-ઊર્જા-કનેક્ટિવિટી પર થશે ચર્ચા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (બાલેન શાહ) ને આજે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઑનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગળે લગાવીને આવકાર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યું.

*બેઠકમાં શું ચર્ચા થશે?*

હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત શરૂ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ચર્ચા થશે:

- વેપાર અને કનેક્ટિવિટી

- ઊર્જા અને હાઇડ્રોપાવર

- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ

- સાંસ્કૃતિક સંબંધો

આ ઉપરાંત અયોધ્યા-જનકપુર વચ્ચે *સરયુ-કમલા એક્સપ્રેસ* ટ્રેનનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે.

*બે દિવસની મુલાકાત:*

PM શાહ 22-23 નવેમ્બરે PM મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આજે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે.