અપડેટ@દેશ: 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું, પીએમએ 13મી વાર તિરંગો ફરકાવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું. પીએમએ 13મી વાર તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગાન થયું, 21 તોપોની સલામી આપવામાં આવી. પીએમનું થોડીવારમાં લાલ કિલ્લા પરથી સંબોધન થશે. 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સે જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવવામાં આવી છે.
કાર્યક્રમની સુરક્ષામાં 15-20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 1,000થી વધુ CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. 5000 સ્પેશિયલ ગેસ્ટ આવી રહ્યા છે.પીએમએ કહ્યું- આજે ભારતે પણ દ્રઢ સંકલ્પ સાથે એક બહુ મોટું સ્વપ્ન જોયું છે. તે સ્વપ્ન છે કે જ્યારે આઝાદીના 100 વર્ષ થશે 1947માં, ત્યારે આપણે વિકસિત ભારત બનાવીશું. જ્યારે દુનિયાનો સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ વિકસિત થવાનો સંકલ્પ લે છે, ત્યારે દુનિયા આપણી તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલવા મજબૂર થઈ જાય છે.
મોદીએ કહ્યું- દેશ હવે નાના સપનાઓથી ચાલવાનો નથી
પીએમએ કહ્યું- કોઈપણ દેશ ત્યારે મહાન બને છે જ્યારે તે પોતાના સપનાઓને પ્રાપ્ત કરે છે, જ્યારે સંકલ્પો અને સામર્થ્યના બમ પર આગળ વધે છે. દેશ હવે નાના સપનાઓથી ચાલવાનો નથી. મોટા સપના આપણી વિચારસરણીને વિસ્તૃત કરે છે. આપણા સંકલ્પો દ્રઢ હોવા જોઈએ.
મોદીએ કહ્યું- આઝાદી માટે બલિદાન આપનારા સ્વતંત્રતા સેનાનીઓને નમન
પીએમએ કહ્યું કે દેશ આજે તે મહાન સ્વતંત્રતા સેનાનીઓને નમન કરે છે જેમણે આઝાદી માટે બલિદાન આપ્યું. પૂજ્ય બાપુ સહિત તમામ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.
મોદીએ કહ્યું- આજે દરેક ઘરમાં તિરંગો છે, દરેક મનમાં તિરંગો છે
પીએમ મોદીએ કહ્યું- આજે દરેક ઘરમાં તિરંગો છે, દરેક મનમાં તિરંગો છે, આજે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ.

