અપડેટ@દેશ: દેશના 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી 6 ગુજરાતમાં, મોદીએ IITમાં કર્યો દાવો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન 23 મિનિટના સંબોધનમાં તેમણે સેમિકન્ડક્ટર મિશન, સ્પેસ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની તકો, ઇનોવેશન અને દેશના વિકાસ સહિતના મુદ્દાઓ પર વાત કરી હતી.
PM મોદીએ કહ્યું કે, 50 વર્ષ પહેલાં ભારતમાં સેમિકન્ડક્ટર બનાવવા આવેલી એક કંપનીને લાલ ઝંડો બતાવીને રોકી દેવામાં આવી હતી. જ્યારે તેમણે આ મિશનની શરૂઆત કરી ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા.
તેમણે કહ્યું કે, જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે અધિકારીઓ સાથે બેસીને ફાઇલો તૈયાર કરાવી અને આ દિશામાં પહેલ કરી. છેલ્લા 4 વર્ષમાં દેશમાં અનેક સેમિકન્ડક્ટર સુવિધાઓ શરૂ થઈ છે.
PM મોદીએ દાવો કર્યો કે, દેશમાં અત્યારે 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, જેમાંથી 6 ગુજરાતમાં આવેલા છે.
તેમણે કહ્યું કે, સ્થિર અને નીરસ વિચારસરણી સાથે જીવતા લોકો જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકતા નથી. યુવાનોએ નવા વિચારો અને ઇનોવેશન સાથે આગળ વધવું જોઈએ.

