અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ પહોંચ્યા, ભારતીય મૂળના લોકોએ સ્વાગત કર્યું

મોદીએ લોકો સાથે હાથ મિલાવ્યા અને બાળકોને વહાલ પણ કર્યું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે મોડી રાત્રે  પેરિસ પહોંચ્યા. તેઓ રાત્રે 12 વાગ્યે ફ્રાન્સના એવિયન શહેરમાં આયોજિત બે દિવસીય G7 સમિટમાં ભાગ લીધા બાદ રવાના થયા હતા.

પેરિસમાં હોટલની બહાર ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. મોદીએ લોકો સાથે હાથ મિલાવ્યા અને બાળકોને વહાલ પણ કર્યું. પીએમ ગુરુવારે સાંજે Vivatech 2026 કાર્યક્રમમાં ભાગ લેશે. તેમની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ હાજર રહેશે.

એક દિવસ પહેલા મોદી ફ્રાન્સના એવિયન શહેરમાં આયોજિત 52મી G7 સમિટમાં ભાગ લીધો હતો. તેમની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 18 મિનિટ દ્વિપક્ષીય વાતચીત થઈ. પીએમ મોદી અને ટ્રમ્પ ઉષ્માભેર મળ્યા.

ટ્રમ્પે વચન આપ્યું છે કે મોદીના શાસનકાળ દરમિયાન ક્યારેય ભારત પર હુમલો થાય તો અમેરિકા મદદ માટે સાથે ઊભું રહેશે. મોદી સિવાય અન્ય કોઈ નેતા ભારતમાં હશે તો મારે વિચારવું પડશે.