અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે, ભવ્ય રોડ શો કરી કાલી મંદિરમાં પૂજા કરી

દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસ વે પર બનેલા એશિયાના સૌથી લાંબા વન્યજીવન કોરિડોરનું નિરીક્ષણ કરશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે છે. તેઓ દેહરાદૂનથી સહારનપુર પહોંચ્યા, જ્યાં તેઓ રોડ શો કરી રહ્યા છે. તેઓ દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસ વે પર બનેલા એશિયાના સૌથી લાંબા વન્યજીવન કોરિડોરનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, સવારે લગભગ 11:40 વાગ્યે, તેઓ ઉત્તરાખંડ-યુપી સરહદ પર મા ડાટ કાલી મંદિરમાં દર્શન અને પૂજા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે સહિત અનેક મોટી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે, જેનાથી વિકાસ અને કનેક્ટિવિટીને મોટો વેગ મળવાની અપેક્ષા છે.

તેઓ દેહરાદૂન માટે રવાના થશે અને આશારોડીથી તેમનો રોડ શો શરૂ થશે, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતો આગળ વધશે. રોડ શો પછી લગભગ 12:30 વાગ્યે વડાપ્રધાન મહિન્દ્રા ગ્રાઉન્ડ પહોંચશે, જ્યાં તેઓ દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે અને જનસભાને સંબોધન કરશે. આ જ કાર્યક્રમ દરમિયાન ટિહરીમાં 1000 મેગાવોટ ક્ષમતાના પંપ સ્ટોરેજ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.