અપડેટ@દેશ: રાહુલગાંધીએ કહ્યું કે, પ્રિયંકા વારાણસીથી લડ્યાં હોત તો મોદી હારી જાત

પ્રિયંકા વારાણસીથી લડ્યાં હોત તો મોદી હારી જાત
 
રાહુલગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મોદી 3 વાર વડાપ્રધાન બની ગયા છે. ભાજપ કેટલીક બેઠકો ઉપર હારી ગઈ છે.  લોકસભા ચૂંટણીમાં જીતના એક અઠવાડિયા બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી 11 જૂન મંગળવારે પહેલીવાર રાયબરેલી પહોંચ્યાં હતાં. રાહુલે કહ્યું- મોદી અને શાહ દેશના પાયા સાથે રમત રમી રહ્યા છે, તેથી દેશ એક થઈ ગયો.

દેશના વડાપ્રધાન હિંસાની રાજનીતિ કરે છે એ પહેલીવાર જોવા મળ્યું. જનતામાં નફરત ફેલાવે છે. ત્રણ ઉદ્યોગપતિને ફાયદો કરાવે છે. રાહુલે કહ્યું- તમે જોયું, તેઓ (ભાજપ) અયોધ્યા બેઠક હારી ગયા. અયોધ્યા મંદિર બનાવ્યું, પરંતુ ઇનોગ્યુરેશન વખતે એકપણ ગરીબ ન હતો. દેશના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે તમે અહીં ન આવી શકો.

અયોધ્યામાં જ નહીં, વડાપ્રધાન પણ જીવ બચાવીને વારાણસીથી ભાગી છૂટ્યા હતા. જો મારી બહેન પ્રિયંકા અહીં ચૂંટણી લડી હોત તો પીએમ 2થી 3 લાખ વોટથી હારી ગયા હોત. આ પહેલાં પ્રિયંકા ગાંધીએ કહ્યું- જ્યારે હું ચૂંટણી લડવા આવી હતી ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે 300 કલાક છે. તમે લોકો 2-2 કલાક સૂઈ જાઓ. બાકીના સમયમાં કામ કરવાનું છે. અવધમાંથી જીતીને અમે આખા દેશને સંદેશો આપ્યો છે.