અપડેટ@દેશ: સુનીતા વિલિયમ્સ 12 દિવસથી સ્પેસમાં ફસાઈ, 13 જૂને પાછા ફરવાનું હતું

13 જૂને પાછા ફરવાનું હતું
 
અપડેટ@દેશ: સુનીતા વિલિયમ્સ 12 દિવસથી સ્પેસમાં ફસાઈ, 13 જૂને પાછા ફરવાનું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું ફરી એકવાર મોકૂફ રાખવામાં આવ્યું છે. બંને અવકાશયાત્રીઓ છેલ્લા 12 દિવસથી અવકાશમાં ફસાયેલા છે. સુનીતા અને વિલ્મોર 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ 13 જૂને પરત ફરવાના હતા.

જોકે, નાસાના બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમનું પાછું ફરવું સતત ચોથી વખત મોકૂફ રાખવામાં આવ્યું છે. પ્રથમ જાહેરાત 9 જૂનના રોજ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લેન્ડિંગને 18 જૂન સુધી પાછળ ધકેલવામાં આવી રહ્યું છે.

આ પછી તેની તારીખ 22 જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી. ત્યારબાદ, પરત ફરવાની તારીખ બદલીને 26 જૂન કરવામાં આવી હતી. હવે નાસાએ કહ્યું છે કે બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે. જો કે તેમના પરત ફરવાની કોઈ નવી તારીખ આપવામાં આવી નથી.

નાસાએ કહ્યું છે કે બંને કોઈ જોખમમાં નથી. તેઓ જે અવકાશયાનમાં પાછા ફરવાના હતા તેમાંથી હિલિયમ લીકેજ થઈ રહ્યું છે. ખામી દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. આ અવકાશયાનની ક્ષમતા 45 દિવસની છે, 18 દિવસ વીતી ગયા છે.