અપડેટ@દેશ: વિમાન ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન અચાનક ક્રેશ થયું, 7 લોકોના મોત, જાણો વધુ વિગતે

વિમાને એક ફૂટબોલ ફિલ્ડ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નજીકની એક ફેક્ટરીની મેટલ છત સાથે અથડાઈ ગયું, જેના કારણે આગ લાગી ગઈ.
 
અપડેટ@દેશ: વિમાન ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન અચાનક ક્રેશ થયું, 7 લોકોના મોત, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર વિમાન દુર્ઘટનાઑ સામે આવતી હોય છે. ફરી એકવાર હદય કંપાવી ઊઠે એવી વિમાન દુર્ઘટના સામે આવી છે. મેક્સિકોમાં સોમવારે એક નાનું વિમાન ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. તેમાં 7 લોકોના મોત થયા હતા જ્યારે 3 ગુમ છે. આ પ્રાઇવેટ જેટ એકાપુલ્કોથી ટોલુકા એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ ઇમરજન્સી લેન્ડિંગના પ્રયાસમાં સેન મેટિયો એટેન્કો વિસ્તારમાં ક્રેશ થઈ ગયું.

વિમાને એક ફૂટબોલ ફિલ્ડ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નજીકની એક ફેક્ટરીની મેટલ છત સાથે અથડાઈ ગયું, જેના કારણે આગ લાગી ગઈ. આગને કારણે વિસ્તારના લગભગ 130 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે, અને પ્રારંભિક અહેવાલોમાં એન્જિન ફેલિયરની વાત કહેવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાઇવેટ જેટમાં 8 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર હતા. હાલમાં 7 લોકોના મૃતદેહ મળ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે દુર્ઘટનાની જાણકારી આપી છે. આ દુર્ઘટના મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં આવેલા સાન માટિયો એટેન્કોમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી 5 કિમી દૂર એક ઔદ્યોગિક વિસ્તાર છે. વિમાને મેક્સિકોના પ્રશાંત કિનારે આવેલા અકાપુલ્કોથી ઉડાન ભરી હતી. હર્નાન્ડેઝે જણાવ્યું કે વિમાનમાં 8 મુસાફરો અને 2 ક્રૂ રજિસ્ટર્ડ હતા. જોકે, ઘણા કલાકો વીતી ગયા પછી પણ 7 મૃતદેહો મળી આવ્યા છે.

હર્નાન્ડેઝે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે પ્રાઈવેટ જેટે કટોકટીમાં એક ફૂટબોલ મેદાન પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નજીકની એક ફેક્ટરીની છત સાથે અથડાઈ ગયું, જેના કારણે ભીષણ આગ લાગી ગઈ. તેમણે કહ્યું કે દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સેન માટિયા એટેન્કોના મેયર એના મુનિઝે મિલેનિયો ટેલિવિઝનને જણાવ્યું કે આગ લાગવાના કારણે અધિકારીઓએ સુરક્ષાના પગલાં તરીકે આસપાસના વિસ્તારમાંથી લગભગ 130 લોકોને બહાર કાઢ્યા છે.