અપડેટ@દેશ: બોલીવુડ સ્ટાર રણબીર કપૂરને ઈડીએ સમન્સ મોકલ્યું,ઓનલાઈન ગેમિંગ એપ મામલામાં ફસાયો

14 બોલીવૂડ કલાકારોના નામ પણ સામે આવ્યા
 
Update ED sent summons to country Bollywood star Ranbir Kapoor caught in online gaming app case

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રણબીર મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ મામલામાં આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજર રહ્યો હતો. હવાલા દ્વારા તેના પર કલાકારોને પૈસા આપવાનો આરોપ છે. આ મામલામાં ઈડી રણબીર સાથે 6 ઓક્ટોબરે પુછપરછ કરશે.

આપને જણાવી દઈએ કે, સૌરભ ચંદ્રાકરને છત્તીસગઢ સાથે સંબંધ છે. તે ઓનલાઈન સટ્ટાબાજીના બિઝનેસ કરે છે. આ વર્ષે તેણે લગ્ન કર્યા છે. પોતાના લગ્નમાં તેણે લગભગ 200 કરોડનો ખર્ચો કર્યો હતો. તેના લગ્ન દુબઈમાં થયા હતા. જેમાં તેણે કેટલાય બોલીવૂડ કલાકારોને પરફોર્મ કરવા માટે બોલાવ્યા હતા.

ઈડીએ જ્યારે મહાદેવ ઓનલાઈન બેટિંગ એપની તપાસ શરુ કરી હતી, તો 5000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની વાત સામે આવી હતી. તપાસમાં 14 બોલીવૂડ કલાકારોના નામ પણ સામે આવ્યા હતા. હવે આ મામલામાં રણબીર કપૂરને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે અને તેની સાથે પુછપરછ થશે.