અપડેટ@દેશ: વિદેશમંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાત લેશે

15-16 ઓક્ટોબરે SCOની બેઠકમાં હાજરી આપશે; છેલ્લી વખત સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા

 
અપડેટ@દેશ: વિદેશમંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાત લેશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અધિકારીઓ અવાર-નવાર બીજા દેશોની મુલાકાતો લેતા હોય છે. વિદેશમંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. તેઓ ઇસ્લામાબાદમાં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે. 9 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે.

વાસ્તવમાં પાકિસ્તાને 29 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મીટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે બેઠકમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

તેના પર જયશંકરે કહ્યું હતું કે, "પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ હવે પૂરો થઈ ગયો છે. દરેક વસ્તુનો સમય હોય છે, દરેક કામ વહેલા કે મોડેથી તેના અંત સુધી પહોંચે છે. જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરની વાત છે. તો હવે કલમ 370 સમાપ્ત થઈ ગઈ છે. તેનો અર્થ એ છે કે શા માટે આપણે પાકિસ્તાન સાથે કોઈપણ સંબંધ પર વિચાર કરવો જોઈએ.