અપડેટ@દેશ: વાયનાડમાં ભારે વરસાદને કારણે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું, 11 લોકોનાં મોત
400થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા
Updated: Jul 30, 2024, 11:02 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાં 4 ગામો ધોવાઈ ગયા હતા. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 400થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. આ ઘટના મોડી રાત્રે 2 થી 4 વાગ્યા વચ્ચે બની હતી.
કેરળ SDRF અને NDRFની ટીમ બચાવ માટે ઘટનાસ્થળે હાજર છે. કન્નુરથી વાયનાડ જવા માટે સેનાની ચાર ટુકડીઓ મોકલવામાં આવી છે. આ સિવાય એરફોર્સના બે હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે.