અપડેટ@દેશ: બાંગ્લાદેશી સાંસદ અનવારુલ આઝીમ અનારની હત્યાના કેસમાં CIDએ કહ્યું કે લાશના 80 ટુકડા કરવામાં આવ્યા

લાશના 80 ટુકડા કરવામાં આવ્યા હતા
 
અપડેટ@દેશ: બાંગ્લાદેશી સાંસદ અનવારુલ આઝીમ અનારની હત્યાના કેસમાં CIDએ કહ્યું કે લાશના 80 ટુકડા કરવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે.  ભારતમાં બાંગ્લાદેશી સાંસદ અનવારુલ આઝીમ અનારની હત્યાના કેસમાં CIDએ કહ્યું છે કે તેમની લાશના 80 ટુકડા કરવામાં આવ્યા હતા. આ પછી તેને ભાંગરની કેનાલ સહિત ઘણી જગ્યાએ ફેંકવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા પકડાયેલા આરોપી જિહાદ હવાલદારે પૂછપરછ દરમિયાન આ વાત સ્વીકારી છે. બાંગ્લાદેશના ગુપ્તચર અધિકારીઓએ આ મામલે નવો દાવો કર્યો છે. સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર અધિકારીઓને શંકા છે કે અનવારુલ તેના અમેરિકન મિત્ર અને આરોપી મોહમ્મદ અખ્તરુઝ્ઝમાં સાથે મળીને સોનાની દાણચોરીનું રેકેટ ચલાવતા હતા.

આ અંતર્ગત તેઓ દુબઈથી બાંગ્લાદેશ થઈને ભારતમાં સોનાની લગડીઓ પહોંચાડતા હતા. ગયા વર્ષે અખ્તરુઝમાં અને બાંગ્લાદેશી સાંસદે નફામાં વધુ હિસ્સો માંગ્યો હતો, જેનાથી તેમની વચ્ચે ખટાશ આવી ગઈ હતી. થોડા સમય પછી અખ્તરુઝમાંને ખબર પડી કે અનવરુલ એકલા જ સમગ્ર માલ (ગોલ્ડ બાર)ની દાણચોરી કરી રહ્યો હતો, જેની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા હતી.

આ પછી અખ્તરુઝમાં અને અનવારુલ વચ્ચે મિત્રતામાં તિરાડ પડી હતી. બાંગ્લાદેશ પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે અનવારુલની હત્યામાં વધુ પ્રભાવશાળી લોકોના નામ સામેલ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, તેને મારવાની યોજના ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે ઘડવામાં આવી હતી.


હત્યા કરીને અમેરિકા ભાગી ગયેલા આરોપી અખ્તરુઝમાંને પકડવા બાંગ્લાદેશ ઇન્ટરપોલની મદદ લેશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશ પોલીસ અને ડિટેક્ટિવ બ્રાન્ચના અધિકારીઓ કેસની તપાસ માટે કોલકાતા જવા રવાના થઈ ગયા છે. અહીં તેઓ આરોપી જિહાદની પૂછપરછ કરશે.

આ પહેલા શનિવારે સીઆઈડીએ ધરપકડ કરાયેલા આરોપી જિહાદ હવાલદારને ટાંકીને કહ્યું હતું કે અનવારુલ ફ્લેટમાં પ્રવેશ્યાની 15 મિનિટની અંદર સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમને બેભાન કરવા માટે ક્લોરોફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પછી, તેને તકિયાની મદદથી ગૂંગળાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી જિહાદે કસાઈની છરી અને બ્લેડની મદદથી તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા. રિપોર્ટ અનુસાર CIDએ જણાવ્યું કે આરોપીઓએ મૃતદેહના ટુકડા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને સુટકેસમાં સંતાડીને લઈ ગયો હતો.


અનવારૂલ 17 મેના રોજ ગુમ થયા હતા. આ પછી પોલીસની એક ટીમ તેના ન્યુ ટાઉન ફ્લેટ પહોંચી હતી. અહીં શિલાસ્તીનો બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. આ દરમિયાન, બાંગ્લાદેશ સરકારે જાહેરાત કરી હતી કે સાંસદ અનવારુલની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ ફોરેન્સિક ટીમ 22 મેના રોજ ફ્લેટ પર પહોંચી હતી. અહીં પગરખાં પાસે અને ડ્રોઈંગ રૂમમાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા.

આ દરમિયાન ફ્લેટની બહારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં જિહાદ હવાલદાર સહિત બે આરોપીઓ પ્લાસ્ટિકની થેલીઓ અને સૂટકેસ લઈને જતા જોવા મળ્યા હતા. અનવારુલ સારવાર માટે 12 મેના રોજ કોલકાતા આવ્યા હતા. બીજા દિવસે બપોરે 1.41 કલાકે તે ડોક્ટરને મળવાનું કહીને ત્યાંથી નીકળ્યા હતા.

સાંજે તેમણે તેના પરિવારને કહ્યું કે તે દિલ્હી જઈ રહ્યો છે. ત્યારથી તેઓ ગુમ થયા હતા. પોલીસ આ મામલે હની ટ્રેપના એંગલથી પણ તપાસ કરી રહી છે. આ પહેલા 23 મેના રોજ પ્રારંભિક તપાસમાં CIDએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશી સાંસદની હત્યા તેના અમેરિકન મિત્ર અખ્તરુઝમાને કરાવી હતી. આ માટે રૂ.5 કરોડની સોપારી આપવામાં આવી હતી. અખ્તરુઝમાં પાસે કોલકાતામાં પણ ફ્લેટ છે.