અપડેટ@ઇન્દોર: એક પછી એક 4 સિલિન્ડર ફાટ્યા, 6 લોકોના મોત, 3 દાઝ્યા, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક હદય કંપાવી ઊઠે એવી દુર્ઘટના સામે આવી છે. ઇન્દોરના બંગાળી ચોકડી પાસેની એક કોલોનીમાં બુધવારે સવારે લગભગ 4 વાગ્યે ભયાનક અકસ્માત થયો. એક મકાનમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટથી આગ લાગી, જેમાં બળીને 6 લોકોનાં મોત થયા.
પ્રત્યક્ષદર્શીઓ અને પ્રાથમિક તપાસ અનુસાર, પુગલિયા પરિવારના ઘરની બહાર મોડી રાત્રે ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પર મૂકવામાં આવી હતી. સવારે લગભગ 4 વાગ્યે ચાર્જિંગ પોઇન્ટમાં શોર્ટ સર્કિટ થયું, જેનાથી કારમાં આગ લાગી. આ આગ ઝડપથી ઘર તરફ ફેલાઈ અને ત્યાં રાખેલા 15 ગેસ સિલિન્ડર સુધી પહોંચી ગઈ.
આગ લાગતા જ ઘરમાં રાખેલા સિલિન્ડરોમાં વિસ્ફોટ શરૂ થઈ ગયો. જોતજોતામાં 4 ગેસ સિલિન્ડર એક પછી એક ફાટ્યા, જેનાથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. ધડાકો એટલો જોરદાર હતો કે ઘરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો અને અંદર સૂઈ રહેલા લોકોને સંભાળવાનો મોકો પણ ન મળ્યો.
પુગલિયા પરિવારને ત્યાં એક પારિવારિક કાર્યક્રમ હતો, જેના કારણે ઘણા સંબંધીઓ પણ ઘરે રોકાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃત્યુ પામેલા લોકો
વિજય સેઠિયા (65 વર્ષ)
છોટુ સેઠિયા (22 વર્ષ)
સુમન (60 વર્ષ)
મનોજ (65 વર્ષ)
સિમરન (30 વર્ષ)
રાશિ સેઠિયા (12 વર્ષ)
ઘાયલ લોકોના નામ
સૌરભ પુગલિયા (30 વર્ષ)
આશિષ (30 વર્ષ)
હર્ષિત પુગલિયા (25 વર્ષ)

