અપડેટ@દેશ: ગાઝામાં સ્કૂલ પર ઇઝરાયલનો હુમલો, 100 લોકોના મોત
નમાજ અદા કરતી વખતે મિસાઈલ હુમલો થયો હતો.
Aug 10, 2024, 11:12 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હુમલાની ભયાનક ઘટના સામે આવી છે. જેમાં 100 લોકોના મોત નીપજ્યા હતા. ગાઝાના દરાજ જિલ્લામાં એક સ્કૂલ પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ સ્કૂલમાં ઘણા લોકોએ આશરો લીધો હતો.
અલ જઝીરાના અહેવાલ મુજબ સવારની નમાજ અદા કરતી વખતે મિસાઈલ હુમલો થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્કૂલ પર એક પછી એક 3 રોકેટ ઝીંક્યા હતા. હુમલા બાદ સ્કૂલમાં આગ લાગી હતી, તેને ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
ઇઝરાયલના સૈન્યનો દાવો છે કે અલ-તાબિન દ્વારા સ્કૂલનો ઉપયોગ હમાસની ઓફિસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. હમાસના ઘણા આતંકવાદીઓ ત્યાં હાજર હતા. સેનાએ દાવો કર્યો હતો કે તેમણે નાગરિકો પર હુમલો કર્યો નથી.