અપડેટ@જયપુર: બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાતા આગ લાગી, 3ના મોત, 10થી વધુ ઘાયલ

બસમાં અનેક ગેસ સિલિન્ડર પણ મુકવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
 
અપડેટ@જયપુર: બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાતા આગ લાગી, 3ના મોત, 10થી વધુ ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જયપુરમાંથી ભયાનક બસ દુર્ઘટના સામે આવી છે. મજૂરોને લઈ જતી એક બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાયા બાદ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 3 મજૂરોના મોત નીપજ્યા છે.  જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

બસમાં અનેક ગેસ સિલિન્ડર પણ મુકવામાં આવ્યા હતા. જેના કારણે વિસ્ફોટ થયો હતો. આ ઘટના જયપુર શહેરથી 50 કિલોમીટર દૂર મનોહરપુર વિસ્તારમાં બની હતી.

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂરોને બસ દ્વારા ટોડીના એક ઈંટના ભઠ્ઠા પર લઈ જવામાં આવી રહ્યા હતા.