અપડેટ@જાપાન: દેશમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપને કારણે તબાહી મચી હતી, રસ્તાઓ તૂટયા

મોટાભાગની સડકો તૂટી ગઈ હતી
 
ઘટના@કચ્છ: વહેલી સવારે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, અનેક વિસ્તારોમાં ભૂકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપને કારણે તબાહી મચી હતી, રસ્તાઓ તૂટયા હતા, ઘરો ધરાશાયી થયા હતા, બતીઓ ગુલ થઈ હતી. બુલેટ ટ્રેન પણ થંભી ગઈ હતી. દરિયામાં સુનામીની લહેરો ઉઠી હતી.

ગઈકાલે જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ઈશિકાવા પ્રાંત હતું. ભૂકંપના કારણે 32500 ઘરોમાં વીજળી ચાલી ગઈ હતી. ઘણા કિસ્સામાં ઘરો ધરાશાયી થયા હતા.

ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા. ઈશિકાવા પ્રાંત અને તોકયોથી જોડતી બુલેટ ટ્રેનો રદ કરવામાં આવી હતી. બાદમાં જેનો ડર હતો તે સુનામી પણ આવી. વાજિમા પોર્ટ પર 4 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જાપાનના પડોશી દેશ સાઉથ કોરિયાની પુર્વી પ્રાંત ગંગવાનમાં પણ દોઢ ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા.

ભૂકંપનું કેન્દ્ર ઈશિકાવા પ્રાંતનું અનામિજ શહેર હતું. જે કેન્દ્ર ધરતીથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે મધ્ય જાપાનમાં મોટાભાગની સડકો તૂટી ગઈ હતી. જેના કારણે ડોકટર અસરગ્રસ્ત જગ્યાએ નહોતા પહોંચી શકયા. જાપાનની વાયુસેનાના હેલિકોપ્ટરોથી ડોકટરોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે ભૂકંપના આ ઝટકાથી જાપાનના એટમી રિએકટરોને નુકસાન નથી થયું.

ગઈકાલે આવેલા ભૂકંપના જોરદાર ઝટકાના વિડીયો પણ શેર થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક સ્ટેશનો પર ભૂકંપના કારણે ટ્રેન થર થર ધ્રુજતી દેખાય છે. અન્ય વિડીયોમાં સ્ટોરમાં લગાવેલા ઢગલાબંધ એલસીડી ઝુલતા નજરે પડે છે. લોકો સુરક્ષિત જગ્યાએ છુપાતા જોવા મળે છે.