અપડેટ@દેશ: કેજરીવાલ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં, જાણો વધુ વિગતે

14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં
 
 રિપોર્ટ@દેશ: કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અરવિંદ કેજરીવાલ લિકર પોલીસીના કેસમાં વિવાદમાં છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસ (12 જુલાઈ) માટે જેલમાં મોકલ્યા હતા. CBIએ 26 જૂને દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાંથી તેની ધરપકડ કરી હતી. 3 દિવસની કસ્ટડી બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સીબીઆઈ કેજરીવાલ વિરુદ્ધ શરાબ નીતિ કેસમાં ભ્રષ્ટાચાર સંબંધિત કેસની તપાસ કરી રહી છે. આજે સુનાવણી દરમિયાન સીબીઆઈએ જસ્ટિસ સુનૈના શર્માની કોર્ટમાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. તે પહેલાથી જ મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં છે.

વાસ્તવમાં કેજરીવાલ સામે બે કેસ નોંધાયેલા છે. પહેલો ઈડીનો છે, જેમાં તેની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. બીજો સીબીઆઈનો છે, જે દારૂની નીતિમાં ભ્રષ્ટાચાર અંગે નોંધાયેલ હતો. આ કેસમાં કેજરીવાલની 26 જૂને ફરી ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસ દિલ્હીના એલજી વીકે સક્સેનાની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. બંને કેસ અલગ-અલગ નોંધાયા છે, તેથી ધરપકડ પણ અલગ-અલગ કરવામાં આવી છે. ED કેસમાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈએ સમાપ્ત થઈ રહી છે.