અપડેટ@કોલકાતા: વડાપ્રધાન મોદીએ હૂગલી નદીમાં હોડીમાં સવારી કરી, ફોટોગ્રાફી કરી, નાવિકને ભેટી પડ્યા, ₹1000 ભાડું આપ્યું

તસવીરોમાં તેમના હાથમાં કેમેરો દેખાય છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા મોદીએ હુગલી નદીમાં બોટની સવારી કરી હતી. આ દરમિયાન પીએમએ જાતે ફોટોગ્રાફી પણ કરી હતી. તસવીરોમાં તેમના હાથમાં કેમેરો દેખાય છે. તેમણે નાવિકો સાથે વાતચીત પણ કરી હતી. હુગલીમાં બોટની સવારી કરાવનાર નાવિકને એક હજાર રૂપિયા પણ આપ્યા હતા.

પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બોટની સવારીની તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું, ‘દરેક બંગાળી માટે ગંગાનું એક ખૂબ જ ખાસ સ્થાન છે. એ કહેવું ખોટું નહીં હોય કે ગંગા બંગાળના આત્મામાં વહે છે.’ આ પહેલા પીએમ 19 એપ્રિલે ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાડગ્રામમાં રસ્તામાં એક દુકાન પર રોકાયા હતા અને ઝાલમુડી ખાધી હતી.

પીએમ મોદીએ કોલકાતાના હુગલી ઘાટ પર બોટની સવારી કર્યા બાદ નાવિક ગૌરાંગો બિસ્વાસને ભેટ્યા અને 1000 રૂપિયા આપ્યા. પીએમએ X પર એક વીડિયો શેર કરીને લખ્યું- ગઈકાલે સાંજે હાવડાથી કોલકાતા સુધીના લાંબા રોડ શો દરમિયાન હાવડા બ્રિજ પર હતો. આજે સવારે તેને હુગલી નદીમાંથી જોયો.