અપડેટ@મહારાષ્ટ્ર: કાર કૂવામાં પડી જતાં એક જ પરિવારના 9 લોકોનાં મોત
લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને મધ્યરાત્રિએ બે ક્રેન અને તરવૈયાઓની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢ્યા.
Apr 4, 2026, 19:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રમાંથી હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે. નાસિક જિલ્લામાં એક કાર કૂવામાં પડી જતાં એક જ પરિવારના છ બાળકો સહિત 9 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે ડિંડોરી શહેરના શિવાજી નગર વિસ્તારમાં થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિત પરિવાર એક બેન્ક્વેટ હોલમાં ફંક્શનમાં હાજરી આપ્યા બાદ ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેમની કાર સ્થળ નજીક એક કૂવામાં પડી ગઈ. લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને મધ્યરાત્રિએ બે ક્રેન અને તરવૈયાઓની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ સુનીલ દત્તુ દરગુડે, તેમની પત્ની રેશ્મા, અન્ય એક મહિલા આશા અનિલ દરગુડે અને પરિવારના 6 બાળકો તરીકે થઈ છે.

