અપડેટ@દેશ: અમેરિકામાં ઘૂસવા જતાં 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા
મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘૂસ્યા
Jul 27, 2024, 18:45 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં કેટલાક લોકો વિદેશમાં જતા હોય છે. આ વાર ગેરકાયદેશર અમેરિકામાં ઘુસવા સતા ગણા ગુજરાતી લોકો ઝડપાયા છે. અમેરિકામાં ઘૂસવા જતાં અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયાના અહેવાલ છે, જેમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો છે. તેઓ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘૂસ્યા હતા. આ અઠવાડિયા પહેલાંની ઘટના છે. ઝડપાયેલા તમામને ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અંદાજે એક મહિના પહેલાં ઉત્તર ગુજરાતના 150થી વધુ યુવાનો અમેરિકા જવા નીકળ્યા હતા. તેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા.
ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા અને એક અઠવાડિયા પહેલાં મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા અને ઝડપાઈ ગયા હતા.