અપડેટ@પ્રયાગરાજ: મહાકુંભમાં 57 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી, જાણો વધુ વિગતે

શહેરના સ્થાનિક લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
 
મહાકુંભ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો યોજાયેલો છે. કરોડો લોકો આ મેળામાં પહોચ્યા હતા. મહાકુંભમાં અંદાજિત 57 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. જેના કારણે શહેરના સ્થાનિક લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો એક રીતે પોતાના ઘરોમાં 'લોક' થઈ ગયા છે.

શહેરના એક ચાર રસ્તાથી બીજા ચાર રસ્તા સુધી જવા માટે લોકોને કલાકો લાગી રહ્યા છે. આ ઉપરાંત, દૂધ અને બ્રેડ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે.