અપડેટ@મુંબઈ: અજિત પવારનાં પત્ની મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા Dy CM બનશે, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના Dy.CM બનશે. તેમને શનિવારે બપોરે 2 વાગ્યે NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ સાંજે 5 વાગ્યે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

સુનેત્રાને પાર્ટીના નેતા તરીકે ચૂંટવા માટે વિધાનભવન ખાતે NCP ધારાસભ્ય દળ અને વિધાનસભાના સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. ત્યાં દિલીપ વાલસે પાટીલે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સુનેત્રાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થતાં ડેપ્યુટી મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું હતું.