અપડેટ@મુંબઈ: સલમાનના ખાનના ઘરની બહાર 2 બાઇક સવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ

 
અપડેટ@મુંબઈ: સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુપસ્ટાર સલમાન  ખાને બોલીવુડની કેટલીક હીટ ફિલ્મો આપી છે. તેને એક પછી એક હીટ ફિલ્મો આપીને ફેમસ થયો છે. તેના ગણા બધા ફેન્સ છે. હાલમાં તેના ઘર સામે એક ઘટના ઘટી છે.   રવિવારે સવારે 5 વાગ્યે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી ગઈ છે.

ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી Y+ કેટેગરીની સુરક્ષા મળી છે. જૂન 2022માં સલમાન અને તેના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સિદ્ધુ મૂઝવાલાની જેમ સલમાન સાથે પણ આવું જ થશે.


અગાઉ, મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓ સલમાન સાથે રહેતા હતા, પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 સૈનિકો આખો સમય સલમાન સાથે રહે છે, જેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનના વાહનને આગળ અને પાછળ રાખવા માટે હંમેશા બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રુફ છે.