અપડેટ@દેશ: કેનેડામાં ખાલિસ્તાની હત્યાના નવા CCTV ફૂટેજ સામે આવ્યા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં મર્ડરના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરની ઘટનાઓ સામે આવતી હોય છે. કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં હથિયારધારી લોકો નિજ્જર પર ગોળીઓ વરસાવતા દેખાય છે. કેનેડિયન સમાચાર એજન્સી CBCના રિપોર્ટ મુજબ તેને 'કોન્ટ્રેક્ટ કિલિંગ' જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, વીડિયોની અનેક સ્ત્રોતો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ હતા. આરોપી બે વાહનોમાં ફરાર થઈ ગયા હતા. રસ્તો રોક્યા બાદ નિજ્જર પર ગોળીઓ વરસાવી વીડિયોમાં નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી કાર લઈને બહાર નીકળતો દેખાઈ રહ્યો છે. જેવો તે બહાર આવ્યો કે તરત જ તેની સામે એક સફેદ સેડાન કાર આવી. જેના કારણે તેનો રસ્તો બંધ થઈ ગયો હતો. બે લોકો તેમાંથી બહાર આવ્યા કે તરત જ તેઓએ નિજ્જર પર ગોળીઓ વરસાવી હતી.
બે સાક્ષીઓ, જેઓ ઘટના સમયે નજીકના મેદાનમાં ફૂટબોલ રમી રહ્યા હતા. તેમણે ખુલાસો કર્યો છે કે ઘટના બાદ તે પહેલા નિઝર તરફ ભાગ્યો હતો. તેણે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ કંઈ કરી શક્યો નહીં.
ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, તેની પાસેનો આ વીડિયો લગભગ 90 સેકન્ડનો છે. જેમાં આરોપી નિજ્જરની ગ્રે રંગની પીકઅપ ટ્રક પાર્કિંગમાંથી બહાર આવતાની સાથે જ રોકતા જોવા મળે છે. તેઓ નિજ્જરની કારને ઘેરી લે છે.
ફાયરિંગ કરવા આવેલા બંને આરોપીઓએ મોઢા ઢાંકેલા હતા. રિપોર્ટ અનુસાર, આરોપીઓ ગુરુદ્વારાથી હાઈવે પરથી ફરાર થઈ જાય છે. તેમજ, આરોપીઓએ ઓટોમેટિક વેપનથી 50થી વધુ ગોળીઓ વરસાવી હતી. આ નિવેદન પોલીસને બે યુવકોએ આપ્યું હતું, જેઓ ઘટના સમયે નજીકના મેદાનમાં રમી રહ્યા હતા. કેનેડિયન પોલીસ નિજ્જરના શરીર પર 34 જેટલી ગોળીઓ વાગી હોવાનું સ્પષ્ટ થયું હતું.
એક આરોપી શીખ અને બીજો વિદેશી હતો
યુવકે પોલીસને જણાવ્યું કે ગોળીબાર કરનાર આરોપીઓમાંથી એક શીખ વેશમાં આવ્યો હતો. જ્યારે, બીજી વ્યક્તિ વિદેશી જેવી દેખાતી હતી. શીખ યુવકના માથા પર પાઘડી હતી. તેણે હૂડી અને પાયજામો પહેર્યો હતો. તેના ચહેરા પર નાની દાઢી હતી. ચહેરો ઢંકાયેલો હતો. તેની ઉંચાઈ પાંચ ફૂટથી વધુ હતી અને તેનું શરીર મજબુત હતું. જો કે તે બે હુમલાખોરોને ધ્યાનથી જોઈ શક્યો નહોતો.જેના કારણે તેનો દેખાવ જાણી શકાયો ન હતો.
કોણ હતો હરદીપ સિંહ નિજ્જર...
- પંજાબના જલંધર જિલ્લાનું એક ગામ ભર સિંહ પુરા છે. હરદીપ સિંહ નિજ્જરનો જન્મ અહીં 11 ઓક્ટોબર 1977ના રોજ થયો હતો. 1984માં જ્યારે દેશમાં બે મોટી ઘટનાઓ બની ત્યારે નિજ્જરની ઉંમર માત્ર 7 વર્ષની હતી...
- 1. ઓપરેશન બ્લુ સ્ટાર 2. ઇન્દિરા ગાંધીની હત્યા.
- આ બંને ઘટનાઓની અસર પંજાબના દરેક ગામ પર થઈ હતી. આ સમયે રાજ્યમાં ખાલિસ્તાન આંદોલન ચરમસીમા પર હતું. 12 થી 15 વર્ષની વયના છોકરાઓ ખાલિસ્તાન ચળવળમાં જોડાઈ રહ્યા હતા. હરદીપ સિંહ નિજ્જર પણ એ જ ઉંમરે તેમાં જોડાયો હતો.
- ટૂંક સમયમાં જ નિજ્જરની ઓળખ ઉગ્રવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ એટલે કે KTFના સક્રિય સભ્ય તરીકે થવા લાગી. ધીરે ધીરે તે આ સંગઠનનો માસ્ટર માઈન્ડ બની ગયો હતો.
- 1995માં, પંજાબ પોલીસ રાજ્યભરમાં ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી હતી. આ સમયે નિજ્જરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
- જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે કેનેડા ભાગી જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. કેનેડિયન અખબાર ટોરોન્ટો સનના રિપોર્ટ અનુસાર, 1997માં તેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિશાન બનાવ્યા બાદ નિજ્જરે દેશ છોડી દીધો. 9 જૂન, 1998ની તેમની ઈમિગ્રેશન અરજીમાં નિજ્જરે કેનેડામાં પહોંચવાનો ઉલ્લેખ કર્યો હતો.
- નિજ્જરે અરજીમાં જણાવ્યું હતું કે ભારતમાં તેની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને ત્રાસ આપવામાં આવ્યો હતો. આ પછી, તક મળતા જ રવિ શર્મા નામના નકલી પાસપોર્ટ દ્વારા કેનેડા પહોંચ્યો હતો. નિજ્જરના મિત્ર અને ખાલિસ્તાન સમર્થક ગુરપ્રીત સિંહ પન્નુએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં નિજ્જર
- અરજી નામંજૂર કરવામાં આવી હતી.
- માત્ર 11 દિવસ પછી નિજ્જરે કેનેડિયન મહિલા સાથે લગ્ન કર્યા. આ પછી તેની પત્નીએ નિજ્જરના વિઝા માટે અરજી કરી. આ અરજીમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે કોઈ સશસ્ત્ર સંઘર્ષ અથવા હિંસા સાથે સંકળાયેલા કોઈપણ રાજકીય, ધાર્મિક અથવા સામાજિક સંગઠન સાથે જોડાયો છે?
- તેની પત્નીએ જવાબમાં લખ્યું ન હતું. જો કે, આ વખતે પણ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
- નિજ્જરે કેનેડાની નાગરિકતા મેળવવા માટે ત્યાંની કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ 2001માં કોર્ટે તેની અપીલ પણ ફગાવી દીધી હતી. જો કે, બાદમાં નિજ્જરને નાગરિકતા કેવી રીતે મળી તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.