અપડેટ@દેશ: પશ્ચિમી આફ્રિકી દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ, 100થી વધારે લોકોનાં મોત

એક ડોક્ટરે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, હોસ્પિટલમાં જ્યાં નજર પડી રહી હતી, ત્યાં સુધી મૃતદેહો જ જોવા મળતા હતા.
 
અપડેટ@દેશ: પશ્ચિમી આફ્રિકી દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ, 100થી વધારે લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હિંસાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હિનાસની ભયાનક ઘટના સામે આવી છે. પશ્ચિમી આફ્રિકી દેશ ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ છે. અહીં ફેન્સની એકબીજા સાથે મારામારી થઈ ગઈ, જેમાં 100થી વધારે લોકોનાં મોત થયાં છે.

સ્થાનિક હોસ્પિટલનાં સૂત્રોએ આ ઘટનાને લઈને એએફપીને જણાવ્યું કે રવિવારે ગિનીના બીજા સૌથી મોટા શહેર એન'જેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સની વચ્ચે મારપીટમાં ડઝનેક લોકોનાં મોત થયા છે.

એક ડોક્ટરે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, હોસ્પિટલમાં જ્યાં નજર પડી રહી હતી, ત્યાં સુધી મૃતદેહો જ જોવા મળતા હતા. અનેક મૃતદેહો જમીન પર પડેલા હતા, શબઘર આખું ભરેલું હતું.

સોશિયલ મીડિયા પર આ હિંસાના અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રસ્તા પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રત્યેક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, ગુસ્સામાં આવેલા પ્રદર્શનકારીઓએ એન'જેરેકોર પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી અને આગ લગાવી દીધી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, હિંસા મેચ રેફરી તરફથી એક વિવાદિત નિર્ણય લીધા બાદ શરૂ થઈ છે. તે પછી ફેન્સ ભડકી ગયા અને પણ ખૂબ જ હિંસા થઈ. સ્થાનિક મીડિયા પ્રમાણે આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયાના સન્માનમાં આયોજિત એક ટુર્નામેન્ટનો ભાગ હતી.