અપડેટ@દેશ: સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે સુનાવણી થઇ, જાણો વિગતે

તમને તક મળી નથી એવું તો કહેશો જ નહીં.

 
અપડેટ@દેશ: સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે સુનાવણી થઇ, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 બાબા રામદેવની કંપનીની  જાહેરાત બાબતે કોર્ટમાં  આજે સુનાવણી કરવામાં આવી છે.  સુપ્રીમ કોર્ટમાં મંગળવારે લગભગ દોઢ કલાક સુધી પતંજલિ જાહેરાત મામલે સુનાવણી થઈ. રામદેવ અને બાલકૃષ્ણ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચમાં પાંચમી વખત હાજર થયા હતા.

પતંજલિ વતી મુકુલ રોહતગી અને બલબીર સિંહે રજુઆત કરી હતી. ઉત્તરાખંડ સરકાર વતી ધ્રુવ મહેતા હાજર રહ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પણ આજની સુનાવણીમાં સામેલ હતું. સુનાવણી શરૂ થતાની સાથે જ કોર્ટે પતંજલિના વકીલને ઓરિજનલ માફીનામું (સમાચાર પત્રોની નકલ)ને બદલે ઈ-ફાઈલિંગ કરવા પર ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું- કોમ્યુનિકેશનમાં મોટો તફાવત છે.

કોર્ટે તેના પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. પતંજલિના વકીલો વધુ સ્માર્ટ છે. આખું અખબાર ફાઈલ કરવું જોઈતું હતું. કોર્ટે ઉત્તરાખંડ સરકારને પતંજલિ સામે સમયસર પગલાં ન લેવા બદલ ઠપકો પણ આપ્યો હતો. IMA ચીફ દ્વારા એક દિવસ પહેલા આપેલા ઈન્ટરવ્યુને રેકોર્ડમાં લાવવા પણ જણાવ્યું હતું.

 સુનાવણી વિશે 4 બાબતો...

1. કોર્ટે પતંજલિને મંજુરી આપી હતી કે તેઓ પોતાના ​​​​​માફીનામાની જાહેરાતનુ અખબાર રજૂ કરે. ઈ-ફાઈલિંગ અને કટીંગની મંજૂરી અપાઈ નથી.

2. આગામી સુનાવણી માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુનાવણી દરમિયાન હાજર રહેવાથી મુક્તિ આપવામાં આવી હતી.

3. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખના મીડિયા ઈન્ટરવ્યુનો મુદ્દો પણ સાંભળ્યો, જેમાં તેઓ IMA તરફ આંગળી ચીંધવા બદલ ટીકા કરી રહ્યા છે. કોર્ટે આ ઇન્ટરવ્યુ માંગ્યો છે જેથી શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લઈ શકાય.

4. કોર્ટે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટની ટીકા કરી છે. કહ્યું કે અધિકારીઓ ત્યારે જાગ્યા, જ્યારે કોર્ટે આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે અધિકારીઓએ જાતે જ સાવચેતી રાખવી જોઈએ. કોર્ટના આદેશ પહેલા અને પછી શું કાર્યવાહી કરવામાં આવી તેવો સવાલ કર્યો હતો. સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટીને 14 મે સુધીમાં જવાબ આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે.