અપડેટ@દેશ: વડાપ્રધાન મોદીએ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં માલિકીના 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું
1.53 લાખથી વધુ ગામો માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં માલિકીના 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું- આજનો દિવસ ગામડાઓની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. આ યોજના 5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જેથી ગામમાં રહેતા લોકોને તેમના ઘરના કાયદેસરના પુરાવા આપી શકાય.
વડાપ્રધાને કહ્યું- યોજના હેઠળ ગામના લગભગ 2.25 કરોડ લોકોને તેમના ઘરના કાનૂની દસ્તાવેજો મળ્યા છે. અગાઉ ગામના લોકો પાસે લાખો કરોડની મિલકત હોવા છતાં તેની કિંમત ન હતી. કારણ કે તેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નહોતા. હવે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની આર્થિક ગતિવિધિઓ માટે માર્ગ ખુલી ગયો છે.
પહેલા ઘરની માલિકી બાબતે ઝઘડા થતા હતા. દબંગો તેના પર કબજો કરી લેતા હતા.કાનૂની દસ્તાવેજો વિના બેંકો પણ કિનારો કરી લેતી હતી. દાયકાઓ સુધી આ ચાલુ રહ્યું. 2014માં જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે આ મુદ્દાને ઉકેલવાનો નિર્ણય લીધો હતો, કોઈપણ સરકાર તેના ગામડાના લોકોને આ રીતે મુશ્કેલીમાં મૂકી શકે નહીં.
12 રાજ્યોમાં આ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા તેમાં 230 જિલ્લાના 50 હજારથી વધુ ગામો સામેલ છે. અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામો માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.