અપડેટ@દેશ: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

વિદેશમંત્રી સહિત 9 લોકોનાં મોત

 
અપડેટ@દેશ: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે.  ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી મેહરે આની જાહેરાત કરી છે. જો કે ઈરાન સરકારે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. દેશમાં તબીબી સહાય પૂરી પાડતી રેડ ક્રેસેન્ટે જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈના બચવાની સંભાવના નથી.

રઈસી સાથે હેલિકોપ્ટરમાં રહેલા વિદેશ મંત્રી હુસૈન અમીરાબદુલ્લાહિયનના પણ મૃત્યુની જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. તેમાં રાષ્ટ્રપતિ રઈસી સહિત 9 લોકો હતા. હેલિકોપ્ટર રવિવારે સાંજે 7.30 વાગ્યે અઝરબૈજાન નજીક ગુમ થયું હતું. આખી રાત તેની શોધ ચાલી રહી હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ, ધુમ્મસ અને ઠંડીના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. ત્રણ બચાવકર્મી ગુમ થયા છે.

રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત, હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાઇલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને બોડીગાર્ડ સવાર હતા. ઈરાનના સરકારી મીડિયા IRNA અનુસાર, રઈસી 19 મેના રોજ સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પરત ફરતી વખતે, આ દુર્ઘટના અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના વરઝેઘાન શહેરમાં થઈ હતી.