અપડેટ@દેશ: પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત માટે રવાના

આજથી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને 12 થી 14 ફેબ્રુઆરી સુધી અમેરિકાની મુલાકાત લેશે.
 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડપ્રધાન મોદી અવાર-નવાર વિદેશ પ્રવાસ કરતા હોય છે. ફરીવાર પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત માટે રવાના થઈ ગયા છે. તેઓ 10 થી 14 ફેબ્રુઆરી સુધી વિદેશ પ્રવાસ પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ આજથી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને 12 થી 14 ફેબ્રુઆરી સુધી અમેરિકાની મુલાકાત લેશે. જતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે, પોતાની મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવાની એક મહત્ત્વપૂર્ણ તક ગણાવી. પીએમએ કહ્યું કે બંને દેશો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો મુદ્દો તેમની યુએસ મુલાકાત દરમિયાન એજન્ડામાં સામેલ કરવામાં આવશે.

તેઓ આજે સાંજે ફ્રાન્સ પહોંચશે. આ તેમની ફ્રાન્સની છઠ્ઠી મુલાકાત છે. ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી તેઓ પહેલી વાર ફ્રાન્સ જઈ રહ્યા છે. પીએમ છેલ્લે 2023માં રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફ્રાન્સની મુલાકાતે ગયા હતા.

પ્રધાનમંત્રીના માનમાં ફ્રેન્ચ સરકારે 10 ફેબ્રુઆરીના રોજ પ્રખ્યાત એલિસી પેલેસ ખાતે VVIP ડિનરનું આયોજન કર્યું છે. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સહિત કેટલાક અન્ય દેશોના નેતાઓ હાજર રહેશે.

11 ફેબ્રુઆરીના રોજ પીએમ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે. આ સમિટ 2023માં બ્રિટનમાં અને 2024માં દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી.

સમિટમાં AI ના જવાબદાર ઉપયોગ પર ચર્ચા કરવામાં આવશે, જેથી તે લોકોના કલ્યાણ માટે ઉપયોગી થઈ શકે અને તેના જોખમોને નિયંત્રિત કરી શકાય. આ સમય દરમિયાન વૈશ્વિક રાજકારણ પર પણ ચર્ચા થઈ શકે છે. પીએમ મોદી ફ્રાન્સના ઉદ્યોગપતિઓને મળી શકે છે.