અપડેટ@દેશ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે, જાણો વધુ વિગતે
સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનો સેટ જાહેર કરશે.
Nov 19, 2025, 12:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે છે. PM સૌપ્રથમ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ બાબા મંદિર અને મહાસમાધિ ગયા હતા. ત્યાં તેમણે પૂજા કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારબાદ તેઓ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનો સેટ જાહેર કરશે. તેઓ સભાને પણ સંબોધન કરશે.
ત્યારબાદ પીએમ મોદી તમિલનાડુના કોઈમ્બતુર જશે. તેઓ બપોરે લગભગ 1:30 વાગ્યે દક્ષિણ ભારત નેચરલ ફાર્મિંગ સમિટ 2025નું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે.

