અપડેટ@રાજસ્થાન: માઉન્ટ આબુ હાલ વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ ઉમટ્યાં

ઝરમર વરસાદ, ધુમ્મસથી છવાયેલા પહાડો અને હરિયાળીથી ભરપૂર કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ઝરમર વરસાદ, ધુમ્મસથી છવાયેલા પહાડો અને હરિયાળીથી ભરપૂર કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. વરસાદના આગમન સાથે સમગ્ર માઉન્ટ આબુનો નજારો સોળે શણગાર સજી હોય એવો મનમોહક બની ગયો છે.

આહલાદક વાતાવરણનો આનંદ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. ઠંડા પવનો, વાદળોની અવરજવર અને ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરી યાદગાર પળો માણી રહ્યા છે. વરસાદી ઋતુમાં માઉન્ટ આબુનું આ રૂપ સૌને આકર્ષી રહ્યું છે અને પ્રવાસનને પણ નવી રોનક મળી છે.