અપડેટ@રાજસ્થાન: પરફ્યુમની બોટલના કારણે અચાનક આગ લાગી, 4 લોકો જીવતા ભડથું, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજસ્થાનમાંથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના નીમરાણામાં ગેરકાયદેસર ભંગારના ગોદામમાં આગ લાગવાથી 4 લોકો જીવતા સળગી ગયા. તેમાં બે સગીર પણ છે. આ દુર્ઘટનામાં એક મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે.
બે લોકો વિશે માહિતી મળી શકી નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુર્ઘટના પરફ્યુમની બોટલમાંથી નીકળેલા કેમિકલમાં આગ લાગવાથી થઈ હતી. ગોદામમાં રાખેલા કેમિકલ ડ્રમમાં પણ વિસ્ફોટ થયા હતા.
એક કિલોમીટર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાઈ હતી. આસપાસના લોકોએ જણાવ્યું કે ઘણા કલાકો સુધી તેમના ઘરો ઉપર કાળો ધુમાડો છવાયેલો રહ્યો હતો. ભંગાર ભરવા આવેલા ડ્રાઈવરે બીડી સળગાવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, ગોદામ ખેતીની જમીન પર બનેલું છે. જેને ભંગારનું કામ કરતા કરણ સિંહ પુત્ર મામન સિંહ કોલીલાએ ભાડે રાખ્યું હતું. શુક્રવારે સાંજે મજૂરો ભંગારમાં મળેલી કેટલીક પરફ્યુમની બોટલો તોડી રહ્યા હતા.
તેમાંથી સ્પિરિટ જેવું જ્વલનશીલ કેમિકલ નીકળી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં ભંગાર લોડ કરવા આવેલા એક પિકઅપ ગાડીના ડ્રાઈવરે બીડી સળગાવીને સળગતી દીવાસળી ફેંકી દીધી. જેના કારણે કેમિકલે આગ પકડી લીધી.

