અપડેટ@સોનમર્ગ: પહાડ પરથી નદીની જેમ વહ્યો બરફ, હોટલો બરફ નીચે દટાઈ ગઈ, જાણો સમગ્ર ઘટના

જમ્મુ-કાશ્મીર અને અન્ય પહાડી રાજ્યોમાં સતત હિમવર્ષા ચાલુ છે. તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે એવલાંચનું એલર્ટ જાહેર કર્યું હતું.
 
અપડેટ@સોનમર્ગ: પહાડ પરથી નદીની જેમ વહ્યો બરફ, હોટલો બરફ નીચે દટાઈ ગઈ, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં સતત ચાલુ હિમવર્ષાને કારણે ગઇકાલ રાત્રે એવલાંચ થયો હતો. આ હિમપ્રપાતમાં હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અનેક હોટલોને નુકસાન પહોંચ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે હિમપ્રપાત મંગળવારે રાત્રે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા સોનમર્ગ રિસોર્ટમાં થયો હતો. બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીર અને અન્ય પહાડી રાજ્યોમાં સતત હિમવર્ષા ચાલુ છે. તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે એવલાંચનું એલર્ટ જાહેર કર્યું હતું.