અપડેટ@તમિલનાડુ: શિવાકાશી નજીક ફટાકડા બનાવતી 2 ફેક્ટરીઓમાં મોટો વિસ્ફોટ થયો
વિરુધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામમાં બીજી કોઈ ફેકટરીમાં થયો
Oct 17, 2023, 18:07 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિવાકાશી નજીક ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં આજે એક પછી એક બે વિસ્ફોટ થયા હતા. ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થવાના કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ફટાકડાની ફેકટરીમાં થયેલા વિસ્ફોટ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પહેલો વિસ્ફોટ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયો હતો. ફાયર વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
જ્યારે બીજો વિસ્ફોટ તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના કમ્માપટ્ટી ગામમાં બીજી કોઈ ફેકટરીમાં થયો હતો. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.