અપડેટ@તમિલનાડુ: વિરુધુનગરમાં એક ફટાકડા ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો, 10 લોકોના મોત
6 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે
Updated: Apr 19, 2026, 17:52 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આજે એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 6 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આસપાસની ઇમારતોમાં પણ તિરાડો પડી હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી છે. હાલ વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

