અપડેટ@દેશ: શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો, 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત 
 
 અપડેટ@દેશ: શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ અચાનક  હુમલો કર્યો, 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવા કેટલાક હુમલાઓની ઘટનાઓ સામે આવતી હોય છે. જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે. આમાં 10 લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો.

આ હુમલો રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી. 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ગોળીઓથી ઘાયલ થયા છે. બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

બસ શ્રદ્ધાળુઓને લઈને કટરાથી શિવ ઘોડી મંદિર જઈ રહી હતી. શિવ ઘોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો બેઝ કેમ્પ છે.